Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

વડોદરા: પાદરાના મામલતદાર અને નાયબ મામલતદાર એક લાખની લાંચ લેતા ઝડપાયા

મામલતદાર જી. ડી. બારીયા તેમજ નાયબ મામલતદાર વહીવટ કે જે પારગીને છટકું ગોઠવી ઝડપી લેવાયા : જમીન કેસ અંગે માગી હતી લાંચ

વડોદરા જિલ્લામાં પાદરા તાલુકા મામલતદાર કચેરીના મામલતદાર જી. ડી. બારીયા તેમજ નાયબ મામલતદાર વહીવટ કે જે પારગી એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. 

 જમીન કેસ અંગે  લાંચ માંગી હતી એકસાથે બે મહેસૂલી અધિકારી ઝડપાતા ચકચાર જાગી છે 

આજે બપોરે વડોદરા ગ્રામ્ય એસીબી દ્વારા પાદરા મામલતદાર કચેરીમાં લાંચની ટ્રેપ ગોઠવવામાં આવી હતી જે સફળ રહી છે મામલતદાર તેમજ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા મહેસૂલી કચેરીઓમાં સન્નાટો છવાયો છે.

(6:58 pm IST)