Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

આણંદમાં મકાન વેચવાના બહાને 20 લાખની છેતરપિંડી આચરનાર ભેજાબાજ માતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ: શહેર ખાતે રહેતા અને બ્યુટીપાર્લરનો ધંધો કરતા એક મહિલાની સાથે માતા-પુત્રએ મકાન વેચાણના બહાને ૨૦ લાખ રૂપિયા મેળવીને વેચાણ દસ્તાવેજ નહીં કરી આપી વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરતા આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી મમતાબેન નૈનેશકુમાર શાહને ગત માર્ચ માસમાં બાકરોલ ગામની સીમમાં બનેલા રહેણાંક મકાનો પૈકી ૬૩૦ ચોરસ મીટરનું મકાન ઉર્વશીબેન જયેશભાઈ પટેલ તથા તેણીના પુત્ર કરણભાઈએ વેચાણ આપવાની વાત કરી હતી અને ૪૧ લાખમાં સોદો નક્કી થયો હતો. તારીખ ૬-૩-૧૯ના રોજ આણંદની સબ રજિસ્ટ્રાર કચેરીમાં વેચાણ બાનાખત કરવામાં આવ્યો હતો અને તેમાં બાના પેટે ૨૦ લાખ રૂપિયા ઉર્વશીબેન અને કરણભાઈએ લઈને એવું નક્કી કર્યું હતુ કે, મકાનની બાકીની લોન ભરપાઈ કરીને વેચાણ દસ્તાવેજ કરી આપીશું. પરંતુ તેઓએ મકાનની બાકીની લોન ભરપાઈ કરી નહોતી અને સીન્ડીકેટ બેંકે આ મકાનનો કબજો લઈ લીધો હતો.

(5:56 pm IST)