Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

આણંદ નજીક લાંભવેલની મોટી નહેર નજીક મહિલા પર બળાત્કાર ગુજરી હત્યા કરી દઈ લાશ નહેરમાં ફેંકી દેતા અરેરાટી મચી જવા પામી

આણંદ: નજીક આવેલા લાંભવેલ ગામની મોટી નહેર પાસેથી આજે સવારના સુમારે બળાત્કાર ગુજારીને હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આણંદ રૂરલ પોલીસે બળાત્કાર વીથ મર્ડરનો ગુનો દાખલ કરીને મહિલાની ઓળખના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર લાંભવેલ ગામના પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ રામાભાઈ રાઠોડ આજે સવારના ૧૧ વાગ્યાના સુમારે મોટી નહેર પાસે આવેલા રેલવેના ગરનાળા નજીકથી પસાર થતા હતા ત્યારે ઝાડી-ઝાંખરામાં એક મહિલાની નગ્ન લાશ પડેલી જોઈ હતી. જેથી તેમણે તુરંત જ આણંદ રૂરલ પોલીસને જાણ કરતાં જ પોલીસની ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ કરતાં મહિલા ઝાડી-ઝાંખરામાં નગ્ન અવસ્થામાં મૃત પડેલી મળી આવી હતી.

(6:14 pm IST)