Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ગાંધીનગરમાં અડાલજ પોલીસે બાતમીના આધારે શેરથા નજીકથી ઓઈલના ટેન્કમાં સંતાડીને લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગર: જિલ્લામાં દારૂની હેરફેર અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે અડાલજ પોલીસે બાતમીના આધારે શેરથા પાસેથી ઓઈલના ટેન્કરમાં સંતાડીને લવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. ર૧૯૬ જેટલી વિદેશી દારૂની બોટલ અને ટ્રક મળી ૧૮.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને રાજસ્થાન સાંચોરના ટ્રક ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દારૂ કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા મથામણ શરૂ કરવામાં આવી છે.     

રાજયમાં દારૂબંધી હોવાછતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે. પોલીસથી બચવા માટે બુટલેગરો દારૂ ઘુસાડવા માટે પણ નવા નવા કિમીયા અપનાવતાં હોય છે. ખાસ કરીને હિંમતનગર ચિલોડા હાઈવે ઉપર હાલ લકઝરી બસોમાં દારૂની હેરાફેરી વધી છે અને આવા ખેપિયાઓ પકડાઈ પણ રહયા છે. જિલ્લાની પોલીસ દારૂની હેરાફેરી અટકાવવા દોડી રહી છે.

(6:15 pm IST)