Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી આરટીઓમાં વારંવાર સર્વર ખોટકાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

ગાંધીનગર:આરટીઓમાં છેલ્લા ઘણા દિવસોથી વારંવાર સર્વર ખોટવાઇ જવાને કારણે કામગીરી ખુબ જ વિલંબથી થાય છે. ત્યારે બે રજાઓ બાદ સોમવાર સવારથી જ આ ટેકનીકલ ખામી સર્જાઇ હતી જેના કારણે સવારથી આરટીઓ સંકુલમાં અરજદારોની લાઇનો લાગી હતી. જેના કારણે અહીં સોશ્યલ ડિસ્ટેન્સીંગ પણ જળવાતું ન હતું જો કે, મોડી સાંજ સુધી કચેરી ચાલુ રાખીને તમામ અરજદારોના કામો પુર્ણ કરવામાં આવ્યા હતા. 

ગુજરાતમાં ગાંધીનગર આરટીઓને મોડેલ આરટીઓ જાહેર કરીને કોઇ પણ અખતરા હોય તે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અહીંથી જ કરવામાં આવે છે જેમાં રહેલી ક્ષતિઓ દુર કરીને તે પ્રોજેક્ટ સમગ્ર રાજ્યામાં અમલી બનાવવામાં આવે છે ત્યારે આ મોડેલ આરટીઓમાં છેલ્લા બે સપ્તાહથી સર્વરની મુશ્કેલીઓ ઉભી થઇ છે. ગત સપ્તાહમાં સર્વરમાં ખામી સર્જાવાને કારણે અરજદારોને ધક્કા ખાવાની નોબત આવી હતી ત્યારે શનિ-રવિની બે રજાઓ બાદ સોમવારે સવારે આરટીઓ કચેરી ખુલી ત્યારથી જ સર્વરમાં પ્રોબ્લમ સર્જાયો હતો.

(6:15 pm IST)