Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

સુરતમાં ગુજરાત ગેસ સર્કલ નજીક જઈ રહેલ દંપતીને નિશાન બનાવી ચેઈન સ્નેચરો સોનાનું મંગળસૂત્ર ચોરી છુમંતર

સુરત: શહેરમાં પત્ની સાથે મોટરસાઇકલ પર અડાજણ દીપા કોમ્પ્લેક્ષથી ગુજરાત ગેસ સર્કલ તરફ જઇ રહેલા સુરત જિલ્લા સેવા સદનના સબ ઓડિટરને નિશાન બનાવી મોંઢા પર બુકાનીધારી ત્રણ મોટરસાઇકલ સવાસ સ્નેચરો રૂ. 39,590ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર આંચકીને ફરાર થઇ ગયા હતા.

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પુનઃ સક્રિય થયેલા મોટરસાઇકલ સવાર ચેઇન સ્નેચરો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. સુરત જિલ્લા સેવા સદનમાં સબ ઓડિટર તરીકે ફરજ બજાવતા ભાવિક બળવંતરાય મિસ્ત્રી (ઉ.વ. 29 રહે. 21, રામદેવ નગર રો હાઉસ, પાલનપુર જકાતનાકા) ગત રાત્રે 11 વાગ્યાના અરસામાં પત્ની ખુશ્બુ (ઉ.વ. 25) સાથે મોટરસાઇકલ નં. જીજે-5 એલજે-6543 પર અડાજણ પાટિયાથી ગુજરાત ગેસ સર્કલ તરફ જ્યુસ લેવા માટે જઇ રહ્યા હતા. 

(6:16 pm IST)