Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

સુરતના અમરોલી સહીત પીપલોદમાં વહેલી સવારે દુકાનમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

સુરત: શહેરના અમરોલીમાં સોમવારે મોડી રાત્રે સાડીમાં જરી કમ ટીકી ચોંટાડવાની દુકાનમાં અને પીપલોદમાં આજે વહેલી સવારે લોન્ડ્રીની દુકાન દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી જેના લીધે ત્યાં ભારે નાસભાગ થઈ જવા પામી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ અમરોલીના સાયણ રોડ પર શ્રીરામ ચોકડી પાસે સુષ્ટી રો હાઉસ પાસે સાડીમાં જરી કે ટીકી ચોંટાડવાની દુકાનમાં ગઇકાલે મોડી રાત્રે ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગ ફેલાતા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા.

આ અંગે ફાયર વિભાગને જાણ થતા ફાયર જવાનો સાથે કોસાડ તથા મોટા વરાછા અને કતારગામ ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે ધસી ગઈ હતી ત્યાં ફાયર જવાનો ધુમાડો વધુ નીકળતો હોવાથી ધુમાડા બહાર કરવાનું બ્રોવર મશીન મૂકવામાં આવ્યું હતું.

(6:17 pm IST)