Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

વડોદરામાં બાપોદ પોલીસે આજવા રોડ નજીક બ્રિજ પાસેથી ભંગારની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી

વડોદરા: શહેરની બાપોદ પોલીસે આજવા રોડ પર આવેલા બ્રિજ પાસેથી થ્રિવહીલર ટેમ્પોમાં ભંગારની આડમાં દેશી દારૂ લઈ જતા બે શખ્સોને ઝડપી પાડી દારૂ આપનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

ગઈકાલે રાત્રે બાપોદ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે થ્રિવહીલર ટેમ્પો ના પાછળના ભાગે પેપર પસ્તી અને ભંગારની વચ્ચે દેશી દારૂ રાખી સિકંદરપુરા ગામ થઈ વડોદરા તરફ આવવાનો છે. જેના આધારે પોલીસે આજવા રોડ પરના બ્રિજ પાસે વોચ ગોઠવી બાતમી મુજબ ના ટેમ્પાને અટકાવ્યો  હતો. 

પ્રાથમિક પૂછતાછમાં ટેમ્પો ચાલકે પોતાનું નામ અનિલ વાઘેલા (રહેવાસી સંતોષી નગર ખોડીયાર નગર પાસે વડોદરા) તેમજ તેની બાજુમાં બેસેલો શખ્સ સંજય દેવીપુજક (રહેવાસી વાઈટ વુડાના મકાન ની સામે બ્રહ્મા નગર પાંજરાપોળ રોડ વડોદરા) હોવાનું જણાવ્યું હતું. 

(6:18 pm IST)