Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

વડોદરા: નવરાત્રીના તહેવાર પહેલા જ આરોગ્ય વિભાગની ટિમ દ્વારા મીઠાઈનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

વડોદરા:નવરાત્રી દશેરા અને દિવાળીના તહેવારોમાં માવાની મીઠાઈ નો વપરાશ વધી જતો હોવાથી મીઠાઈઓ બનાવવામાં દુકાનદારોએ માવો કઈ ક્વોલિટીનો વાપર્યો છે. તેનું ખાસ ચેકિંગ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાતના ચાર મહાનગરોમાં ફૂડ સેફ્ટી રથની વ્યવસ્થા કરી છે. વડોદરામાં તારીખ 12 થી આ સેફટી રથ મીઠાઈઓની દુકાનમાં ચેકિંગ કરી રહ્યા છે. આ કામગીરી તારીખ 16 સુધી ચાલુ રહેશે. ફૂડ સેફટી ઓન વ્હીલ એટલે કે આ રથ ફૂડ સેફ્ટી ઓથોરિટીના નિર્દેશ મુજબ અને ગાંધીનગરથી ફૂડ સેફટી કમિશનરની ખાસ માવાની ઝુંબેશ હાથ ધરવા સુચના અપાતા ફરી રહ્યા છે. 

(6:19 pm IST)