Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

વડોદરાના ગોરવા વિસ્તારમાં ડોક્ટરના ઘરને નિશાન બનાવી તસ્કરોએ પાંચ તોલા દાગીનાની ઉઠાંતરી કરી

વડોદરા: શહેરના ગોરવા વિસ્તારના એક ડુપ્લેક્સમાંથી પાંચ તોલા દાગીનાની ચોરી થઇ હોવાનો બનાવો બનતા પોલીસે તપાસ આદરી છે.

વડોદરા નવાયાર્ડ રોડ વિસ્તારમાં રહેતા ડોક્ટરને ત્યાંથી 18 તોલાના દાગીનાની ચોરીના બનાવ અંગે ત્રણ દિવસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. 5 પ્રકારનો વધુ એક બનાવ બનતા લોકોમાં ગભરાટની લાગણી ફેલાઇ છે.

ગોરવા સમતા વિસ્તારમાં સુખાશ્રય ડુપ્લેક્સમા રહેતા પ્રિયંકભાઈ દરજીના મકાનમાંથી તિજોરીમાં મુકેલા રૂ. 15 લાખથી વધુ કિંમતના 35 તોલાના જુદાજુદા દાગીનાની ચોરી થતા તેમણે કામવાળી બાઈ ઉપર પણ શંકા વ્યક્ત કરી છે.

(6:19 pm IST)