Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

અમદાવાદ: કોરોના કાળમાં તકનો ગેરલાભ લઇ 1035 કેદીઓ જેલમાંથી રફુચક્કર થઇ જતા પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી

અમદાવાદ:કોરોનાથી મોટાભાગના લોકો પરેશાન છે પણ ગણ્યાગાંઠયા લોકો એવાં છે કે જેમણે તકનો ગેરલાભ પણ લીધો છે. આવા લોકોમાં રાજ્યની જેલોના 1035 કેદીનો સમાવેશ થાય છે. ખાસ કરીને કોરોના કાળ દરમિયાન અનેક કેદી જેલમાંથી અલગ અલગ પ્રકારના જામીન મેળવીને મુક્ત થયાં હતાં.

રાજ્યની જેલોમાંથી ગયેલાં આવા અનેક કેદી હજુ જેલમાં પરત ફર્યાં નથી તેમને શોધી કાઢી ઝડપી લઈ જેલોમાં પરત મોકલવા માટે પોલીસ તંત્રએ દોડધામ શરૂ કરી છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં રહેલા પેરોલ-ફર્લો સ્કવોડને રાત-દિવસ કામગીરી કરી 15 દિવસમાં તમામ કેદીને ઝડપી જેલભેગાં કરવાનો ટાસ્ટ સીઆઈડી ક્રાઈમ દ્વારા આપવામાં આવ્યો છે.

(6:00 pm IST)