Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ગુજરાતની ૮ વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનું ગુજરાતમાં આગમનઃ લીંબડી બેઠકનું કોંકડુ ઉકેલાય તેવી સંભાવના

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પુષ્પુગુચ્છ વડે તેમનું સ્વાગત કર્યુ હતુ. અમિત શાહ તેમની ગુજરાતની મુલાકાતમાં સ્થાનિક સ્તરે બેઠકોનો સિલસિલો શરૂ કરે તેમ માનવામાં આવે છે. તેમા ગુજરાતની આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં સાત ઉમેદવારો જાહેર થઈ ગયા છે ત્યારે એક બેઠક લીંબડીનું કોકડું ગૂંચવાયું છે તેનો ઉકેલ પણ અમિત શાહની હાજરીમાં જ આવે તેમ માનવામાં આવે છે.

(5:16 pm IST)