Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેન્ટરનો પ્રારંભ થશે

કાલે બપોરે ૩ કલાકે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર શિક્ષણમંત્રીના હસ્તે પ્રારંભ થશે

રાજકોટ, તા. ૧૩ : ગુજરાત રાજયમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સ્કીલ બહાર લાવવા અને છાત્રો માટે સતત પ્રોત્સાહન મળી રહે તેવા શુભ આશયથી શિક્ષણ વિભાગ દ્વારા રાજયની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેન્ટરનું ઉદ્દઘાટન આવતીકાલે તા.૧૪ના બપોરે ૩ કલાકે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી અંજુબેન શર્મા, ઉચ્ચ શિક્ષણના ડાયરેકટર એમ. નાગરાજન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી, સીન્ડીકેટ સભ્ય મેહુલ રૂપાણી ઉપસ્થિત રહેશે.

આ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેન્ટરના કોર્ડીનેટર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના અધ્યક્ષ ડો.મીહીરભાઈ રાવલ જવાબદારી સંભાળશે.

(3:50 pm IST)