Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ડુંગરા પોલીસે જુગારીઓના રંગમાં ભંગ પાડ્યો : ચાર જુગારીઓને 15,953ની રોકડ સાથે ઝડપી લીધા

જુગારીઓને કાયદાના પાઠ ભણાવતી ડુંગરા પોલીસ , ઋતુરાજસિંહને બાતમી મલતા સફળ રેડ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહના માર્ગદર્શનથી ડુંગરા પોલીસે જુગારીઓને ઝડપી પાડ્યા હતા. વાપીમાં રાતા ગામે મસ્જિદ પાસેની ખુલ્લી જગ્યામાં જુગારીઓ જુગાર રમતા હોવાની બાતમીના પગલે ડુંગરા પોલીસે 4 જુગરિયાઓને ઝડપી પાડી રોકડા રૂ. 15953 કબ્જે લીધા હતા.

  ડુંગરા પોલીસ મથકના પીએસઆઈની સુચનાથી  એ.એસ.આઈ રાકેશ રમણભાઈ, કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ, બહાદુર જીવાભાઈ, અરુણ સીતારામ વગેરેઓએ રાતા ગુલશનનગરમાં નુરી મસ્જિદ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમનારા પર દરોડો પડ્યો હતો. જેમાં તેમણે સત્તારખાન મહમદ મન્સૂરી, અબુબકર મહમદ અમીન મન્સૂરી, મોહમદ શાબાન રમઝાન અલી મન્સૂરી અને  મહમદ ઝુંબેર મોયુદ્દીન શેખ તમામ રહે રાતા વાપી ને જુગાર રમતા રંગે હાથો ઝડપી પડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 15,953 કબ્જે લઈ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

(3:45 pm IST)