Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

કેન્દ્ર -રાજય સરકારના કર્મચારીઓને બોનસ મળશે કે કેમ ?

દર વર્ષે નવરાત્રી આસપાસ બોનસની જાહેરાત થઇ જાય છે

રાજકોટ તા. ૧૩ : આ વર્ષે હજુ સુધી કેન્દ્ર કે રાજય સરકારના કર્મચારીઓને દિવાળી બોનસની જાહેરાત થઇ નથી ત્યારે બોનસ મળશે કે કેમ? તે બાબતે સરકારી કર્મચારીઓમાં અનેક અટકળો થઇ રહી છે.

આ અંગેની વિગતો મુજબ કેન્દ્ર તથા રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળી બોનસ અગાઉ દિવાળી બોનસ આપવામાં આવતું હતું. બોનસ મળ્યા બાદ વેપારીઓ અને દુકાનોમાં ઘરાકી જોવા મળતી હતી. પરંતુ આ વખતે રેલ્વે કર્મચારીઓ તેમજ કેન્દ્ર હસ્તકના ડીપાર્ટમેન્ટમાં આજ દિન સુધી વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળી બોનસ અંગેની કોઇ જાહેરાત કરવામાં આવેલ નથી.  તેવીજ રીતે રાજય સરકારની કચેરીઓમાં પણ વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળી બોનસ આપવા કોઇપણ પ્રકારની વિચારણા જાહેરાત કરવામાં આવેલ નથી તેવું સમગ્ર કર્મચારી આલમમાંથી આધારભૂત રીતે જાણવા મળેલ છે.

દર વર્ષે સરકારશ્રી નોરતા પહેલા બોનસ અંગે જાણ કરવામાં આવતી હતી આ વર્ષે વર્ગ-૪ના કર્મચારીઓનું કહેવું થાય છે કે બોનસ મળે તો દિવાળી સુધરે ? કર્મચારી આલમમાંથી જાણવા મળેલ છે કે દિવાળી પહેલા મોઘવારી ભથ્થા, કર્મચારીના બાકી છે તેવી બાબતે રીટાયર્ડ ત્થા પેન્સનરો પણ મોઘવારી ભથ્થા બાબતે મુખ્યમંત્રી સુધી રજુઆતો કરેલ છે.

(3:43 pm IST)