Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ચૂંટણી પાછી ઠેલવા પાછળ કોરોનાનો 'ડર' કે પછી ઇન્ટેલીજન્સ બ્યુરોનો રિપોર્ટ ?

ભાજપ માટે વ્યાપક નારાજીના રિપોર્ટથી ચૂંટણી પાછી ગઇ હોવાની ચર્ચા

અમદાવાદ,તા. ૧૩:  ગુજરાતની આર્થિક રાજધાની ગણાતાઅમદાવાદમાં આગામી નવેમ્બરમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કોરોનાના કારણે ત્રણ મહિના પાછી ઠેલાઇ છે. જોકે રાજય ચૂંટણીપંચ દ્વારા કોરોનાના કારણે અમદાવાદ સહિત છ કોર્પોરેશન, પપ નગરપાલિકા, ૩૧ જિલ્લા અને ર૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી મોફૂફ રાખવાની જાહેરાત કરાઇ તેમ છતાં રાજકીય વર્તુળોમાં તો અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી જ જોરશોરથી ચર્ચાતી હતી, કેમકે અમદાવાદમાં છેલ્લા ૧૫ વર્ષથી સત્ત્।ાનાં સૂત્રો ભોગવતાં ભાજપને જો સત્ત્।ા ગુમાવવી પડે તો તેના ગંભીર પડઘા બે વર્ષ બાદ ર૦રરમાં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પડે તેમ હોઇ કોરોનાનો ડર ચૂંટણી પાછી ઠેલવા ખરેખર કારણભૂત હતો કે પછી આઈબીના નેગેટિવ રિપોર્ટથી ચૂંટણી યોજવાની તમામ તૈયારી આટોપાઇ ગયા છતાં પણ છેવટે તેના પર ઠંડું પાણી રેડાયું તેની પણ સત્ત્।ાના ગલિયારામાં ચર્ચા ઊઠી છે. બીજી તરફ ચૂંટણીને માર્ચ, ૨૦ર૧ સુધી લંબાવવામાં આઇબી રિપોર્ટનો ડર જીતશે તેવા 'સમભાવ મેટ્રો 'ના અહેવાલને માત્ર ચાર જ દિવસમાં સમર્થન મળ્યું છે.

ઓકટોબરના બીજા કે ત્રીજા અઠવાડિયાંમાં ગમે ત્યારે ચૂંટણીની આચારસંહિંતા જાહેર થશે તેવી પ્રબળ શકયતાની ચોતરફના માહોલની વસ્ટો ગત તા.૯ ઓકટોબરના 'સમભાવ મેટ્રો'એ આઇબી રિપોર્ટના આધારે ચૂંટણી પાછી ઠેલાઇને માર્ચમાં યોજાય તેવો અહેવાલ પ્રસિદ્ઘ કર્યો હતો. આ અહેવાલ મુજબ અમદાવાદીઓમાં ભાજપ સામે વ્યાપક નારાજગી ફેલાઇ છે. હાથરસથી દલિત સમાજ તેમજ રાજયના શાસક પક્ષ ભાજપના મુખ્ય પ્રધાન અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બિન પાટીદાર જ્ઞાતિના હોઇ વર્ષોથી સત્ત્।ાના મુખ્ય સ્થાને રહેલા પાટીદાર સમાજમાં પણ 'અંદરખાને 'થી ભાજપ સામે ભારે રોષ ફેલાયો છે. ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તો નીમાઇ ગયા પણ સંગઠનનું માળખું બનાવાયું ન હોઇ આ બાબત પણ કારણભૂત બની છે. જોકે લોકોમાં ફેલાયેલી 'એન્ટીઇન્કમબન્સી'ના આઇબી રિપોર્ટથી ગાંધીનગર ચોંકી ઊઠતાં લીલાં તોરણેથી ચૂંટણીની જાનને પાછી વાળી દેવાઇ હોય તેવો ઘાટ ઘડાયો છે.

અમદાવાદમાં ચૂંટણી યોજવા અને લોકોમાં કોરોનાની દહેશત દૂર કરવા લાંબા સમયથી કોરોના કેસ ૧૫૦ની આસપાસ અને મૃત્યુ આંક ત્રણની આસપાસ રહે છે. હવે તંત્રની માઇકો કન્ટેન્મેન્ટ એરિયાની જાહેરાત પણ સાવ ઘટીને પાંચથી દસની વચ્ચે થઇ ગઇછે. મેયર-કમિશનર વગેરે પણ કોરોનાનો ડર છોડીને દાણાપીઠ મુખ્યાલયમાં બેસતા થયા છે, ચૂંટણી પહેલાં લોકોને આંજી દેવા દિવાળી પહેલાં રોડ 'ચકાચક' કરી દેવાનાં ચક્રગતિમાન કરાયાં છે. રાજય સરકારની ગત તા.ર૭ ઓગસ્ટની'હર ઘર નલસે જલ'ની ચૂંટણીલક્ષી યોજનાને અમદાવાદમાં સફળ બનાવતા ભાજપના કોપરિટર વોર્ડમાં ફરતા થયા છે, કોર્પોર્ટર બજેટનાં કરોડોનાં કામને વેગ આપવા શાસકોએ તંત્રને આદેશ આપતાં રહેણાક વિસ્તારમાં આરસીસી રોડ, પેવર બ્લોક જેવાં કામનો ધમધમાટ વધ્યો છે. મેયર સહિતના ઉચ્ય હોદેદારો ચૂંટણીની લહાયમાં લોકાર્પણ, ભૂમિપિજનના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી જાય છે, એટલે મ્યુનિ, ભાજપ પણ ચૂંટણીની તૈયારીમાં છે. અગાઉ અમદાવાદની સામાન્ય ચૂંટણી યોજવા આડેના વિધ્ર તરીકે બોપલ- ઘુમા સહિતના નવા વિસ્તારોને કોર્પોરેશનમાં મેળવવાની બાબત ચર્ચાતિ હતી, પરંતુ ગત તા.૧૮ જૂને ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બોપલ- ઘુમા વગેરે નવા વિસ્તાર અમદાવાદમાં ભળી ગયા હતા. ત્યાર બાદ નવા વિસ્તારોને લઇને નવો વોર્ડ બનાવાશે કે કેમ? તેની અટકળોનો ગત તા.૩ સપ્ટેમ્બરે રાજય ચૂંટણીપંચે નવું સીમાંકન પ્રસિદ્ઘ કરીને અંત લાવ્યો હતો. નવા સીમાંકનનાં વાંધા-સૂયનો બાદ શહેરનું ૪૮ વોર્ડમાં તિભાજન, ૧૯ર કોર્પોરેટરની સંખ્યા, ૧૯ર બેઠક પૈકી ૧૧૬ અનામત બેઠક વ્યવસ્થા અને ૭૬ સામાન્ય બેઠક વ્યવસ્થાને અંતિમ મંજૂરી મળી ગઇ હતી, બિહાર વિધાનસભાની ચૂંટણી તો છોડો, રાજયની આ પેટા ચૂંટણીના કાર્યક્રમની રાજકીય વર્તુળોમાં જોવાતી રાહનો પણ અંત આવી ગયો હતો,

નવેમ્બર, ર૦ર૦માં સામાન્ય ચૂંટણી યોજવા યાલુ વર્ષના બજેટમાં તંત્રે રૂ.૧૫ કરોડથી વધારાની ફાળવણી કરી હોઇ ચૂંટણી ખર્ચની ચિંતા ન હતી. હાલના કમિશનરે પણ અન્ય વિભાગમાંથી કર્મચારીની ચૂંટણી શાખામાં બદલી કરીને ચૂંટણીને વધુ મહત્વ આપ્યું છે. હજુ ગયા શનિવારે મતદાર યાદી પણ પ્રસિદ્ઘ કરાઇ છે, આટઆટલી ચૂંટણીલક્ષી તૈયારી આટોપાઇ ગયા બાદ પણ જો કોરોનાના ડરથી તેને ત્રણ મહિના પાછી ઠેલાઇ છે તેવું કારણ અપાયું હોય તો તે બાબત રાજકીય વર્તુળો સહેલાઇથી માનતા નથી. આઇબી રિપોર્ટ ભાજપ વિરુદ્ઘ ગયો હોઇ આ રીતે પારોઠનાં પગલાં ભરાયાં હોવાની ચર્ચા વધુ છે. જોકે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની કોરોનાના ડરની રજૂઆતનો ચૂંટણીપંચે સ્વીકાર કરતાં ભાજપની છાવણીમાં સન્નાટો ફેલાયો છે. જયારે કોંગ્રેસ છાવણી ગેલમાં આવી ગઇ છે. તેમ સમભાવનો અહેવાલ જણાવે છે.

(3:42 pm IST)