Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

વલસાડના વાઘલધરામાં ધર તૂટતાં 10 વર્ષની બાળકીનું મોત

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના વાઘલધરા ગામે નળિયાવાળું એક પાકી દિવાલનું ઘર ગત રાત્રે અચાનક તૂટી પડ્યું હતુ. આ બનાવમાં ઘરની દિવાલ નીચે દબાઇ જતાં 10 વર્ષની માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતુ. 

વલસાડના વાઘલધરા ગામે રહેતા ગોવિંભાઇ પટેલના પાકા મકાનની દિવાલ રાત્રી દમિયાન તૂટી પડી હતી. આ બનાવમાં 10 વર્ષની માસૂમ બાળા એની ગોવિંદભાઇ પટેલનું દિવાલ પડતાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતુ. જ્યારે ગોવિંદભાઇની અન્ય બે પુત્રીનો બચાવ થઇ ગયો હતો. 

 આ ઘરમાં ગોવિંદભાઇના ભાઇ ધસુખભાઇનો પણ પરિવાર રહેતો હતો. તેમની પણ 3 દિકરી હતી. તેમનો પણ આબાદ બચાવ થઇ ગયો હતો. આ બનાવ સંદર્ભે ડુંગરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:42 pm IST)