Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

તા.૧૩ ઓક્ટોબર એકાદશીના દિને મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ૩૦૦૦ કિલો સફરજનનો ફલકૂટોત્સવ સફરજનનો પ્રસાદ કોરોના દર્દીઓને અને દરિદ્રનારાયણને પ્રસાદ રુપે વહેંચાશે

અમદાવાદ તા. ૧૩ સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ હરિભકત વગેરેને વહેંચવામાં આવે છે.

અત્યારે જ્યારે કોરોના મહામારીનો ઉપદ્રવ ચાલી રહ્યો છે ત્યારે પુરુષોત્તમ માસની કમલા એકાદશીના શુભ દિન તા. ૧૩ ઓક્ટોબર મંગળવારે એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામી ની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે  મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં વિરાજીત ઘનશ્યામ મહારાજને સંતોએ ભાવથી ૩૦૦૦ કિલો સફરજન ધરાવી ફકત સ્થાનિક સંતોએ સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશોનું પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ફલકૂટોત્સવ ઉજવ્યો હતો.

 શ્રી ઘનશ્યામ મહારાજનું પંચોપચાર પૂજન કરી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ ઠાકોરજીની આરતિ ઉતારી હતી.

ઘનશ્યામ મહારાજને ધરાવેલ તમામ ૩૦૦૦ કિલો સફરજન પ્રસાદરુપે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ, અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો, નિરાધારો, ઝુંપડપટ્ટી વગેરે સ્થળોએ પ્રસાદરુપે વહેંચવામાં  આવશે.

પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી મુક્તસ્વરુપદાસજી સ્વામી, તથા મુખ્ય વ્યવસ્થાપક તરીકે ગોવિંદભાઇ બારસિયા, સૂર્યકાંતભાઇ પટેલ, લક્કડ ચેતનભાઇ અને મેમનગર ગુરુકુલના યુવક મંડળના સભ્યો સફરજનની વિતરણ  વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

(12:11 pm IST)