Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ભારે ધુમ્મસના લીધે મુંબઈથી રાજકોટ આવી રહેલી ફલાઈટનું લેન્ડીંગ અટક્યું : અમદાવાદ ડાયવર્ટ કરાઈ

ત્યાર બાદ વિઝીબીલીટી થતાં દોઢ કલાક ફલાઈટ મોડી પડી હતી

રાજકોટ : ભારે ધુમ્મસના કારણે મુંબઈથી રાજકોટ આવી રહેલી ફલાઈટનું લેન્ડીંગ ન થતાં તેને અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી જો કે, ત્યાર બાદ વિઝીબીલીટી થતાં દોઢ કલાક ફલાઈટ મોડી પડી હતી.

હવે મુંબઈ-રાજકોટ અને દિલ્હી માટેની નિયમીત રીતે ફલાઈટ ઉડાન ભરી રહી છે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજકોટમાં ધુમ્મસભયુર્ં વાતાવરણ હોવાથી આજે સવારે મુંબઈથી ટેકઓફ થયેલી ફલાઈટ જે સવારે 6.45 વાગ્યે રાજકોટ લેન્ડ થતી હોય છે પરંતુ વિઝીબીલીટીના અભાવે સલામત રીતે ફલાઈટનું લેન્ડીંગ અશકય હોવાથી આ ફલાઈટને અમદાવાદ ડાયવર્ટ કરી હતી.

એરપોર્ટ ઓથોરીટીના સુત્રોના જણાવ્યા મુજબ ઝાકળના લીધે ઘણી વખત ફલાઈટને ડાયવર્ટ કરવી પડતી હોય છે. આજે અમદાવાદ ડાયવર્ટ કરાયેલી ફલાઈટ થોડીવારમાં વાતાવરણ સ્વચ્છ થતાં ફરી રાજકોટ લવાઈ હતી. ત્યાર બાદ દોઢ કલાક મુંબઈ માટે ફલાઈટ મોડી પડી હતી. 8.40 વાગ્યે મુંબઈ માટેની ફલાઈટનું ટેકઓફ થઈ ગયું હતું.

(11:28 am IST)