Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

નવરાત્રિ ન યોજાવાના કારણે ટેટૂ આર્ટિસ્ટોને લાખો રૂપિયાના નુકશાનની ભીતી

અમદાવાદ,તા.૧૩: ગુજરાતમાં આ વર્ષે નવરાત્રિના પારંપારિક આયોજનો પર પ્રતિબંધ છે . મહિલાઓએ ગરબા અને દાંડિયાની તૈયારીઓ કરી લીધી હતી તેવામાં સરકારે પ્રતિબંધ મૂકયો. જોકે, નવરાત્રિમાં પ્રસિધ્ધ કપડાને લઈને મહિલાઓમાં દ્યણો ક્રેઝ હોય છે. આ વર્ષે નવરાત્રિ નથી યોજાવાની ત્યારે અનેક મહિલાઓ ટેટૂ ચિતરાવાનો શોખ પૂરો તો કરશે ત્યારે ગત વર્ષે વખતે સુરતમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાષ્ટ્રીય મુદ્દાઓની ઝલક સાથે ગરબા જોવા મળી હતી. ગત વર્ષે નવરાત્રીના પહેલાં જ દિવસે ગુજરાતી મહિલાઓ દેશ સાથે જોડાયેલા મુદ્દાઓના ટેટૂ બનાવવા, ગરબાની તૈયારીમાં પીઠનો ટેટૂ કરાવતી જોવા મળી હતી.

આ વર્ષે ટેટૂની માર્કેટને પણ નવરાત્રિના કારણે મોટો ફટકો પડવાનો છે. દરેક વર્ષે ટેટૂના કારણે અનેક આર્ટિસ્ટોના દ્યર ચાલતા હોય છે ત્યારે આ વર્ષે લાખો રૂપિયાનું નુકશાન ટેટૂ આર્ટિસ્ટોને વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ છે.

ગત વર્ષે નવરાત્રિમાં ટેટૂ ઇન્ડસ્ટ્રીસમાં રાજકીય અને જાહેર મુદ્દાઓ છવાયા હતા. ભારતે ચંદ્ર પર મોકલેલા યાનનો મુદ્દો પણ નવરાત્રિના ટેટૂમાં જોવા મળ્યો હતો. અનેક યુવતીઓએ આવા ટેટૂ ચિતરાવ્યા હતા.

નવરાત્રિમાં ટેટૂનું વિશેષ મહત્ત્વ રહેલું હોય છે, જયારે કેટલાક કલાકારો તો ફકત નવરાત્રિના ટેટૂની કમાણી પર જ નભતા હોય છે. હાલમાં કોરોના વાયરસના કારણે ટેટૂના સમગ્ર બિઝનેસ પર માઠી અસર પહોંચી છે ત્યારે આ વર્ષે ગરબા ન યોજાવાના કારણે કલાકારો સાથે ટેટૂના આર્ટિસ્ટને પણ રોવાનો વારો આવ્યો છે.

(11:27 am IST)