Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

પેટાચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : કૈલાસદાન ગઢવીએ રાજીનામું ફગાવ્યું

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા - ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના પ્રમુખ કૈલાશદાન ગઢવી ટીકીટ વહેંચણીથી નારાજ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે આ અગાઉ રાજ્યસભાની ચુંટણી પહેલા કોંગ્રેસને 8 ધારાસભ્યોએ રાજીનામા આપી મોટો ઝટકો આપ્યો હતો ત્યારે ફરી એકવાર પેટાચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો કૈલાસદાન ગઢવીએ આપ્યો છે. કૈલાસદાન ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

કોંગ્રેસે પેટાચુંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ કૈલાસદાન ગઢવીએ રાજીનામું આપી પક્ષ સામે ગંભીર આક્ષેપ પણ કર્યા છે. તેમનું કહેવું છે કે પક્ષમાંથી એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે જે પક્ષ વિરોધી કામો કરી રહ્યા છે. આ વાતથી તેઓ નારાજ છે અને એટલા માટે તેમણે રાજીનામું આપ્યું છે.

કૈલાશદાન ગઢવી ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે. તેઓ ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના પ્રમુખ હતા. તેમણે હવે પક્ષના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. ચર્ચાઓ છે કે કચ્છ બેઠકના ઉમેદવારને લઈ પક્ષમાં નારાજગી હતી.

(9:57 am IST)