Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

અમદાવાદ: શોપીંગ મોલ, મલ્ટિપ્લેક્ષ, આંગડિયા પેઢી સહિતના સ્થળો પર સિક્યુરિટી ગાર્ડ રાખવા અને CCTV લગાડવા તાકીદ

તહેવારો અને આતંકી ખતરાના ઇનપુટથી પોલીસ કમિશનરનું જાહેરનામું

 

અમદાવાદ : આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારો અનુસંધાને તેમજ તાજેતરમાં ગુપ્તચર એજન્સી દ્વારા અન્ય રાજ્ય સહીત ગુજરાતમાં આતંકી ખતરાની શકયતા વ્યક્ત કરેલ તેમજ શહેરમાં લૂંટ, ઘાડ઼,જેવા ગુન્હાઓ બનતા હોય છે ત્યારે જાહેર સ્થળોએ લગાડવામાં આવેલ સીસીટીવી કેમરા આતંકવાદી પ્રવૃતિઓ અને ગુન્હા નિવારવા, શોધવા તથા તપાસમાં ઉપયોગી અને મહત્વની કડી બનતા હોય પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડીને જવેલર્સની દુકાનો,આંગડિયા પેઢી,શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થિયેટર, કોમર્શિયલ કોમ્લેક્સ,ઠરી સ્ટાર ઉપરની હોટલ પર સિક્યુરિટીને ધ્યાને લઈને સિક્યુરિટી ગાર્ડ રાખવા તેમજ સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવા તાકીદ કરી છે

ઉપરાંત 10થી વધુ સંખ્યામાં બેઠક ધરાવતા રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ,લોજીંગ બોર્ડિંગ, ધર્મશાળા,અતિથિ ગૃહ કોમર્શિયલ સેન્ટર પેટ્રોલપમ્પ, ટોલ પ્લાઝા બહિમાલી બિલ્ડીંગ પાવર હાઉસ જેવા સ્થળોએ સીસીટીવી કેમરા લગાડવા અને જગ્યામાં પ્રવેશતા ગાડીઓના નંબર વ્યક્તિના ચહેરા સ્પષ્ટ દેખાય તે રીતે ગોઠવવા તાકીદ કરાઈ છે

(11:29 pm IST)