Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

રાજપીપળા શહેરમાં બેફામ જાનવરો રખડે છે છતાં તંત્ર નિષ્ક્રિય: સાંજે હરિજનવાસ વિસ્તારમાં આખલા બાખડતાં નાસભાગ સર્જાઈ

શહેરમાં ચારે તરફ રખડતા જાનવરોનો ત્રાસ વધ્યો છતાં તંત્ર ઉદાસીન :સ્ટેશન રોડ,દરબાર રોડ,લાલ ટાવર,સિવિલ હોસ્પિટલ સહીત નગરપાલિકા કચેરી પાસે પણ જાનવરોનો ખડકલો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં રખડતા જાનવરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો હોવા છતાં મૂંગા મોઢે તમાશો જોતું પાલીકા તંત્ર આ બાબતે તદ્દન નિષ્ક્રિય હોય જેમાં રોડ પર બેફામ રખડતા આંખલા કે જે અવાર નવાર બાથ ભીઢતા હોય ક્યારેક રાહદારીઓ કે સ્થાનિકો માટે જોખમકારક સાબિત થઈ શકે તેમ છે.છતાં તંત્ર જાણે કોઈનો ભોગ લેવાય તેવી રાહ જોઈ રહેલું જણાઈ છે.
  રાજપીપળાના મોટાભાગના વિસ્તારો માં આંખલાનોની સાથે બળદ,ગાય, કૂતરા સહિતના રખડતા જાનવરો ખુબ મોટી સંખ્યા માં જોવા મળવા છતાં તંત્ર અંધા કાનૂન ની માફક આંખે પાટા મારી તમાશો જોતું હોય એમ કોઈજ કાર્યવાહી કરતુ નથી. ત્યારે નવા મુકાયેલા કલેક્ટર આ બાબતે તંત્ર ને કડક સૂચના આપી કોઈનો ભોગ લેવાય તે પહેલાં યોગ્ય કાર્યવાહી કરાવે એવી માંગ ઉઠી છે.
  સોમવારે સાંજે રાજપીપળાના હરિજનવાસ પાસેના સાંકડા વિસ્તારમાં બે આંખલા બાખડતાં નાસભાગ બાદ લોકટોળા એકઠાં થયા હતા જેમાં લડતા આખલા જોખમી હોવાથી વાલીઓએ તેમના નાના બાળકો ને ઘરમાં કેદ કરવાની નોબત આવી હતી

(10:46 pm IST)