Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

રાજપીપળા ધોરણ -૧૨ ની પરીક્ષા આપવા આવતી યુવતીની છેડતીના આરોપીને રાજપીપળા પોલીસે ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મહિલા છેડતીના ગુના મુજબ એક યુવતી દેડીયાપાડાથી ધોરણ -૧૨ ની પૂરક પરીક્ષા આપવા રાજપીપલા આવતી હતી ત્યારે તેના ભાઈની મો.સા.પંચર થતા અજાણ્યાની મો.સા.પર પરીક્ષા કેન્દ્ર સુધી આવવા નીકળી પરંતુ યુવતીની ચાલુ મો.સા.પર અજાણ્યા ચાલકે નાના લીમવાડા ગામ નજીક છેડતી કરતા રાજપીપળા પો.સ્ટે. માં ગુનો નોંધાયો હતો જેમાં નર્મદા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સી.સી.ટીવી કેમેરા તથા દેડીયાપાડા ટાઉનના સીસી.ટીવીના ફુટેજમાં એક અજાણ્યો ઇસમ પલ્સર મોટર સાયકલ સાથે હેલમેટ પહેરી જતા દેખાઇ આવ્યો હતો જેમાં ડેડીયાપડા પો.સ્ટે.ના પીએસઆઇ ડામોરે અંગત રસ લેતા આખરે લાઈવ લોકેશન મેળવી આરોપી સુનિલ ગોવિંદભાઈ તડવી (રહે.ખાપર તા.અક્કલકુવા જી. નંદુરબાર મહારાષ્ટ્ર )ની સંડોવણી ની જાણ થતા આજરોજ તેને જુના રામપુરા ગામે મજુરી કામે આવતા આ ગુનામાં ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ નં.જી.જે - રર - કે -૧૮૩૮ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે

(10:40 pm IST)