Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

વડીયા જકાતનાકાની ગેલેક્ષી સોસાયટીમાંથી બે બાઇકોની ચોરી થતા ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીકના વડીયા જકાતનાકા પાસે આવેલી ગેલેક્ષી સોસાયટીના મકાન નં.૪૬,૪૭ માંથી બે મો.સા.ની ચોરી થઈ હતી જેમાં મનિષ ભાઇ જેઠાભાઇ વસાવા મો.સા.ની આશરે કિં.રૂ.૩૦,૦૦૦ ની જેટલી ગણી શકાય તથા બીજી મો.સા.વિપુલભાઇ વિજયભાઇ વસાવાની મો.સા.ગાડી જેની કિં.રૂા.૩૦,૦૦૦ની જેટલી ગણી શકાય આ બંન્ને મો.સા.ગાડીઓ અજાણ્યા ચોર એ  ચોરી કરી લઇ જઈ ગુનોં કરતા રાજપીપળા પોલીસે મનિષ ભાઇ જેઠાભાઇ વસાવા ની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

(10:16 pm IST)