Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

જાહેર રસ્તામાં આમતેમ બૂમો પાડી દોડતી દહેશત :સોશિયલ મીડિયામાં ચુડેલ જેવું વર્તન કરતી મહિલાનો વિડિઓ વાયરલ

અમદાવાદ :  આજના ડિજિટલ યુગમાં લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થઇ રહયો છે કેટલીક પોસ્ટ એવી પણ આવે છે જે અનેક પ્રશ્નાર્થ ઉભા કરે છે જોકે આ પોસ્ટ કેટલેક અંશે સાચી છે કે ખોટી તે નક્કી કરવું મુશ્કેલ બની જતું હોઈ છે એવામાં હાલમાં જ એક મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં વાઇરલ થયો છે જે આ વિડીયો સુરતના અડાજણ વિસ્તારનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ વાઇરલ થયેલ વિડીયો અંગે કોઈ ખરાઈ કરવું અઘરું છે જો કે આ વિડીયો અડાજણ વિસ્તારનો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

વાઇરલ થયેલ આ વિડીયોમાં મહિલામાં જાણે કોઈ ચુડેલ હોઈ તે રીતે વર્તન કરે છે અને રસ્તા પર આમતેમ દોડે છે ,રસ્તા પર બૂમો પાડીને જાહેરમાં દોડતી આ મહિલાને જોઈ આજુબાજુના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને લોકો પણ તેનાથી દૂર ભાગી રહ્યા છે ત્યારે કારમાં બેસેલ એક વ્યક્તિ આ ઘટનાનું પોતાના મોબાઈલમાં વિડીયોમાં રેકોર્ડિંગ કરી રહ્યો છે.

આ વિડીયોમાં કેટલી સચ્ચાઈ છે તે હાલ જાણી શકાયું નથી પરંતુ આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે

(7:46 pm IST)