Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

વડોદરાના ભગાનામુવાડા ગામે ચડ્ડીબનિયાન ધારી ટોળકી ત્રાટકી 10 જેટલા બુકાનીધારીઓ સોનાના દાગીના અને રોકડ લૂંટીને ફરાર

મકાન માલિક અને દીકરા દીકરી સહિત બહાર સૂતેલા મહેમાનને માર મારી લૂંટ ચલાવી

વડોદરા જીલ્લાના ભગાનામુવાડા ગામે ગત રાત્રીએ ચડ્ડીબનિયનધારી ટોળકી ત્રાટકી હતી ૧૦ જેટલા બુકાની બાંધેલ ચડ્ડીબનિયન ધારી ટોળકીએ અરવિંદ પરમારના ત્રાટકી સોનાના બે દોરા,એક લોકેટ,કાનના બૂટિયા અને ૧૦,૦૦  રોકડા ની લુટ ચલાવી ટોળકી પલાયન થઈ ગઈ હતી.ફફડાટ ફેલાયો છે 

  આ  ગત રોજ મધ્યરાત્રિએ મકાન માલિક અરવિંદ પરમારના ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી મકાન માલિક અને તેના દીકરા દીકરી સહિત બહાર સૂતેલા m મહેમાન ને માર મારી લૂંટ ચલાવી ટોળકી ફરાર થઈ જતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ઘાયલોને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા અને પોલીસને જાણ કરાઈ હતી.ચડ્ડિબનીયનધારી ટોળકી સક્રિય થતાં ભયનો માહોલ છવાયો છે.

(7:26 pm IST)