Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

થરાદમાં મત માટે જતા પરબત પટેલને મતદારોએ કર્યો ઘેરાવ : અનેક સવાલો પુછયાઃ ૩ વર્ષમાં રસ્તો પણ નથી બનાવ્યો

અમદાવાદઃ થરાદ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉતરાધિકારી રૃપે  ભાજપમાંથી ભાઇબંધને ઉતારનારા પૂર્વ મંત્રી અને વર્તમાન સાંસદ પરબત પટેલને કડવા અનુભવો થઇ રહ્યા છે. વોટ માંગવા પ્રચારમાં નિકળતા  બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ સામે બોલકા મતદારોએ સવાલો પુછીને ઘેરી વળ્યાનો વિડીયો વાયરલ થતા ભાજપના નેતાઓના ભવા ચઢી ગયા છે.  પરબતળ પટેલે થરાદ મતક્ષેત્રમાંથી દોઢ થી બે દાયકા જેટલું પ્રતિનિધિત્વ કર્યુ છે. લોકસભામાં ચૂંટાયા બાદ આ બેઠક ઉપર ઉતરાધિકારી તરીકે પુત્ર શૈલેષ અથવા તેના વિકલ્પમાં વેવાઇ ભીમજીભાઇને ટિકીટ ન મળતા સાંસદ પરબત પટેલના અંગત મિત્ર જીવરાજ પટેલને ભાજપમાંથી ઉમેદવારી કરાવવામાં સફળ રહ્યા છે.  ભાઇબંધને જીતાડવા માટે વોટ માંગવા થરાદના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારઅર્થે જતા પરબત પટેલને લોકો પુછે છે કે  ધારાસભ્ય હતા ત્યારે શું કર્યુ ? હવે તમારો ઉમેદવાર શું કરશે ? ત્રણ ટર્મથી તમને મત આપ્યા, તમે કહ્યું  અમે વોટ આપ્યા પણ અમારા રસ્તાનું શું થયુ ?

(1:08 pm IST)