Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

કપડવંજ નજીક સર્જાયેલ અકસ્માતમાં એકને ગંભીર ઇજા

વીરપુર: તાલુકાના કુંભરવડે તાબે લીંબોડા ગામમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ તલારનું ટ્રેલર નં જીજે ૦૭ યુયુ ૧૭૨૭ સાથેનું ટ્રેક્ટર નં જીજે ૦૭ બીએન ૬૯૪૫ લઈને તેમનો ડ્રાઈવર છનાભાઈ શંકરભાઈ પગી કપડવંજ તાલુકાના ઘઉંઆ ગામ નજીક થી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન ઘઉંઆ ગામના બસ સ્ટેન્ડ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવતાં એક ટ્રક નં આરજે ૨૭ જીડી ૫૫૯૫ ના ચાલકે પોતાના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં આગળ જતાં ટ્રેક્ટરની ટ્રોલીમાં પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટરના ડ્રાઈવર છનાભાઈ શંકરભાઈ પગી ઈજાગ્રસ્ત થયાં હતાં.
આ બનાવ અંગે બાબુભાઈ નાથાભાઈ તલારની ફરીયાદને આધારે કપડવંજ રૂરલ પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:56 pm IST)