Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમ દ્વારા નવરાત્રી ઉત્સવ

ગાંધીનગર : ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં આજે બીજા નોરતે ગુજરાતના યુવા ગાયક પ્રહર વોરા અને સંપદા વોરાએ ધૂમ મચાવી હતી. શાસ્ત્રીય રાગ પર આધારિત અને આપણા પરંપરાગત ગરબા ખેલૈયા અને હજ્જારો પ્રેક્ષકોએ મન ભરીને માણ્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં મેયર પ્રવિણભાઇ પટેલ, ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડા, ગુડાના પૂર્વ અધ્યક્ષ આશિષભાઇ દવે અને ગુજરાતના વન વિભાગના વરિષ્ઠ અધિકારી અગ્રવાલ, ગાંધીનગરની સ્વૈચ્છીક સંસ્થાઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૧૫)

(3:45 pm IST)