Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

સુરતમાં ૧૫ વર્ષથી રહેતા બિહારના યુવકનું શંકાસ્પદ મોતઃ અકસ્માત કારણભૂત

અમરજીત નામનો આ યુવક સુરતમાં ૧૫ વર્ષથી રહેતો હતો. તે પાંડેસરા વિસ્તારમાં સ્થિત એક મિલમાં કામ કરતો હતો

સુરત, તા.૧૩: સુરતમાં બિહારના ગયાનો વતની યુવકની લાશ શુક્રવારે સાંજે મૃત હાલતમાં મળી આવી હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર એવું ચર્ચાતું હતું કે, તેની લોખંડના રોડથી મારી મારીને હત્યા કરી દેવાઈ હતી.

જો કે આ ઘટનાની જાણ સુરત પોલીસને માધ્યમો દ્વારા થતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. આખરે સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ન્યૂઝ૧૮ ને સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ મોબ લિંચિંગની ઘટના નથી, ગંભીર અકસ્માતને કારણે આ યુવકનું મૃત્યુ હતું હતું.

ઉલ્લેખનીય છે કે અમરજીત નામનો આ યુવક સુરતમાં ૧૫ વર્ષથી રહેતો હતો. તે પાંડેસરા વિસ્તારમાં સ્થિત એક મિલમાં કામ કરતો હતો.  શુક્રવાર સાંજે તે મિલમાંખી દ્યરે પાછો ફરી રહ્યો હતો ત્યારે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો

અમરજીત ૧૫ વર્ષ પહેલા શહેરમાં રોજગારની શોધમાં આવ્યો હતો. જે પછી તેણે ઘણી મહેનત કરીને ત્યાં એક ઘર પણ ખરીદીને લગ્ન પણ કર્યા હતાં. અમરજીતના બે બાળકો પણ છે. તે બિહારના ગયા જિલ્લાના કોંચ પોલીસ સ્ટેશનના કૌડિયા ગામનો નિવાસી હતો. તેના મૃત્યુની જાણ પછી પરિવારમાં માતમનો માહોલ છવાઇ ગયો છે.

અમરજીતના પિતા રાજદેવ સિંહ રિટાયર્ડ સૈનિક છે. તેમણે કહ્યું કે તેમનો દીકરો ઘણો મહેનતુ હતો અને તેની મદદને કારણે આખો પરિવાર ખુશી-ખુશી પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યો હતો. આ ફેટલ એકિસડન્ટની ઘટના પછી આખો પરિવાર સદમામાં છે. આ પૂર્વે તેના પિતાએ આક્ષેપ કર્યો હતો કે તેની ટોળાએ હત્યા કરી છે. પરપ્રાંતીયોના મામલે હાલમાં ગુજરાતમાં થઇ રહેલી પરિસ્થિતિને લઈને નાનામાં નાની દ્યટના વિષે સરકાર સજાગ છે, આ સ્થિતિમાં આ યુવકના મૃત્યુએ ઘણી ગેરસમજ ઉત્પન્ન કરી હતી.

આખરે સુરત પોલીસે સમગ્ર બાબતની સ્પષ્ટતા કરી હતી. સુરત પોલીસની આ ઘટનાને લઈને હવે 'ત્વરિત કાર્યક્ષમતા' ઉપર લોકો શંકા જન્માવી રહ્યાં છે, તે અલગ વાત છે.(૨૩.૧૩)

 

(3:43 pm IST)