Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

વાવના માવસરી નગરમાં અંગત અદાવતમાં યુવકની કરપીણ હત્યા

લોખંડના પાઇપ વડે ચાર શખ્શો તૂટી પડ્યા :મૃતકના પત્ની અને અન્ય યુવાનને ઇજા

વાવના માવસરી નગરમાં એક યુવકની કરપીણ હત્યા કરાયાની ઘટના બનવા પામી છે. આ હત્યા અંગત અદાવતને કારણે કરાયાનું જાણવા મળ્યું છે

  સામાન્ય બોલાચાલીમાં મામલો ઉગ્ર બનતા મરનાર પર લોખંડની પાઇપ વડે ચાર યુવકોએ હુમલો કર્યો હતો. જોકે આ હુમલામાં મરનારની પત્ની સહિત અન્ય એક યુવકને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર હેતુ થરાદ ખેસડાયા હતા જયારે મૃતકને પીએમ માટે વાવ રેફરલમાં ખસેડાયેલ છે. માવસરી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે

(1:46 pm IST)