Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વધુ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી

વર્ષ 2019ના 9 મહિનામાં 82 નગર રચના યોજનાઓને મંજૂરી અપાઈ

 

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી દ્વારા  રાજ્યનાં જુદા-જુદા શહેરોમાં મળીને કુલ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી આપવામાં આવી છે. વર્ષ 2019ના 9 મહિનામાં મુખ્યમંત્રી દ્વારા અત્યાર સુધી 82 નગર રચના યોજનાઓને આપવામાં આવી મંજુરી, જેમાં 72 ટીપી અને 10 ડીપીનો સમાવેશ થાય છે. વર્ષ 2018માં મુખ્યમંત્રીએ 100 ટીપી સ્કીમને મંજુરી આપી હતી.

અમદાવાદની 01 ડ્રાફ્ટ તથા 01 પ્રીલીમીનરી યોજના, સુરતની 02 પ્રીલીમીનરી, રાજકોટની 01 વેરીડ પ્રીલીમીનરી, વડોદરાની 01 ફાયનલ વેરીડ TP ટાઉન પ્લાનીંગ સ્કીમને મુખ્યમંત્રીએ મંજુરી આપી છે. અમદાવાદની ડ્રાફ્ટ TP સ્કીમ નં. 440 (ચેખલા-ગોધાવી-ગરોડીયા-વાંસજડા-ઢેડીયા-ઉનાલી)ની ૩૩૦ હેકટરની બાહ્ય વિસ્તારની ટીપી સ્કીમને મંજુરી મળતાં રૂ.350 કરોડનાં કામોને વેગ મળશે. પ્રિલીમીનરી TP સ્કીમને પરવાનગી મળતા રાજ્યમાં આશરે ૩૨૫ હેકટર જમીન પર રસ્તા અને આંતરમાળખાકીય સુવિધાના વિકાસ કાર્યો હાથ ધરાશે

(1:02 am IST)