Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

મહેસાણામાં હાઇવે પર ઈન્ફિનિયમ ટોયટાએ દબાણ કરતા મનપાદ્વારા નોટિસ ફટકારવામાં આવી: સાત દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ

મહેસાણા: શહેરમાં હાઈવે ઉપર વાઈડ એંગલ સિનેમાની સામે આવેલા ઈન્ફીનીયમ ટોયટાએ દબાણ કરતા નગરપાલિકાએ નોટિસ પાઠવી છે. જો સાત દિવસમાં દબાણ દુર નહિ થાય તો તોડી પાડવાની કામગીરી થશે તેવું પાલિકાએ જણાવ્યું છે.

નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પાઠવેલી નોટિસમાં જણાવ્યા અનુસાર નાગલપુર વિસ્તારમાં આવેલા વાઈડ એંગલની સામે આવેલા ઈન્ફીનીયમ ટોયટા તરીકે ઓળકાતી મિલ્કતમાં રોડ પર તથા રોડની માર્જીનમાં શેડનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલ છે તેવી મૌખિક રજુઆત મળી છે. આ નોટિસ મળ્યાના સાત દિવસમા ગેરકાયદે બાંધકામ દૂર નહિ તાય તો ટાઉન પ્લાનીંગ એક્ટ ૧૯૭૬ની જોગવાઈ મુજબ તેમજ ગુજરાત મ્યુનિસિપલ એક્ટ ૧૯૬૩ની જોગવાઈ મુજબ દૂર કરવામાં આવશે. આમ પાલિકામાં ફરી દબાણોનું ભુત ધુણ્યું છે. 

(5:59 pm IST)