Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

રિલાયન્સ ફાઉન્ડેશન તાલુકા કક્ષાના ખેલ મહાકુંભના કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા કાર્યરત

તાલુકા કક્ષાના વિજેતા બાળકોને પ્રોત્સાહિત કરી ગ્રામીણ વિકાસના કાર્યોમાં વધુ એક યોગદાન આપ્યું

પાટણ : રાજ્ય સરકાર ના ઉમદા વિચાર અને ભગીરથ આયોજનથી આજે ગુજરાત રાજ્યના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય કક્ષાના બાળકોને રમત-ગમતમાં પ્રોત્સાહિત કરી જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તેમની પ્રતિભાને ઉજાગર કરી બાળકોમાં રહેલ રમત પ્રત્યેની ભાવનાને ઉજાગર કરી  તેમની પ્રતિભાવો અમને પ્રોત્સાહન આપવા માટે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે 

  પાટણ જિલ્લાના તમામ તાલુકા ઓ મા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ પૂર્ણ થવા જય રહ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં કાર્યરત રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પણ ગ્રામીણ રમતો ને પ્રોત્સાહિત કરવા અને બાળકોમાં રમત પ્રત્યેની ભાવના ઉજાગર કરવા સાથે તેમનામાં રહેલ પ્રતિભાવોને ગ્રામીણ કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવા માટે પાટણ જિલ્લાના ચાર તાલુકા રાધનપુર સાંતલપુર સમી અને શંખેશ્વર માં આયોજિત ખેલ મહાકુંભ ના તાલુકા કક્ષાના વિજેતા બાળકોને પ્રોત્સાહિત કરી ગ્રામીણ વિકાસના કાર્યોમાં વધુ એક યોગદાન આપેલ છે

રાધનપુર  અને સાતલપુર તાલુકા નો ખેલ મહાકુંભ કાર્યક્રમ ક્રમશ રાધનપુર અને ધોકાવાડા પે.સેન્ટર શાળામાં આયોજિત કરેલ જેમાં સાંતલપુર અને રાધનપુરની 55 થી વધુ શાળા માથી કુલ 1450 થી  વધુ બાળકોએ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ જેમાંથી તાલુકા કક્ષાએ અગ્રતાક્રમ પ્રાપ્ત કરેલા બાળકોને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પ્રોત્સાહિત કરી બાળકોના જોશ માં વધારો કરી પ્રેરણા પૂરી પાડવા સાથે તેઓ જિલ્લા કક્ષાએ અને જિલ્લામાંથી રાજ્ય કક્ષાએ પણ પોતાના ગામ અને તાલુકા નું નામ રોશન કરે એવી આશા વ્યક્ત કરેલ હતીં

તેમજ સમી અને શંખેશ્વર તાલુકામાં પણ અગ્રતા ક્રમ પ્રાપ્ત કરેલ બાળકોને પ્રોત્સાહિત કરવાનું આયોજન કરેલ હતું

આ કાર્યક્રમ ને  સફળ બનાવવા માટે રાધનપુર અને સાંતલપુરના તાલુકા શિક્ષણ અધિકારી સાહેબ તેમજ  સાતલપુર તાલુકા ના ખેલ મહાકુંભ ના કન્વીનર આહીર નારણભાઈ પી તેમજ રાધનપુર તાલુકાના કન્વીનર ચૌધરી ગણેશભાઈ આદર્શ વિદ્યાલય રાધનપુર ના સાથ સહકાર થી આ કાર્યક્રમ ને સફળ બનાવેલ તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ટીમ લીડર નિરપતસિંહ કિરાર ની યાદીમાં જણાવેલ છે.

(3:29 pm IST)