Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ટ્રાફિકના નવા નિયમો લાગુ થતા પૂર્વે આરટીઓ કચેરીએ લાંબી કતારો લાગી : સિસ્ટમ ધીમી ચાલતા લોકોને પરેશાની

HSRP નંબર પ્લેટ અને લાઇસન્સ કઢાવવા તેમજ રીન્યુ કરાવવા લાંબી લાઈનો

અમદાવાદ : 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો લાગુ પડી જવાના છે. કેન્દ્ર સરકારે નક્કી કરેલી રકમ કરતાં, રાજ્યમાં થોડી રાહત છે. આ તમામ નિયમોનું પાલન કરી શકાય તે માટે લોકો RTO કચેરીએ પહોચ્યા છે અને તેના કારણે ટ્રાફિકના લોકોની ભીડ જામી છે.

  આરટીઓ કચેરીએ HSRP નંબર પ્લેટ અને લાઇસન્સ કઢાવવા તેમજ રીન્યુ કરાવવા લાંબી કતારો લાગી છે પરંતુ સિસ્ટમ ધીમી ચાલતી હોવાથી લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે.

(1:50 pm IST)