Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સુરતના લાલ દરવાજા વિસ્તારમાં એસબીઆઇના એટીએમમાં છેડા કરી ભેજાબાજે 75 હજારનો ચૂનો ચોપડતા ગુનો દાખલ

સુરત, : સુરતના લાલ દરવાજા, સ્ટેશન રોડ અને બેગમપુરા વિસ્તારમાં આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ત્રણ એટીએમમાં છેડછાડ કરી ભેજાબાજે પૈસા ઉપડયા હતા છતાં પૈસા નહીં ઉપડયાની ખોટી ફરિયાદો કરી બેન્કને રૂ.75 હજારનો ચૂનો ચોપડતા મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની કરન્સી ચેસ્ટ શાખામાં ફરજ બજાવતા તેમજ બેન્કના સુરતના 228 એટીએમની દેખરેખ રાખતા નવનીતભાઈ સલુજીભાઈ અસારીને ગત 25 જુલાઈના રોજ ત્રણ ફરિયાદ મળી હતી કે 22 મી ના રોજ બેન્કના લાલ દરવાજા રેશમભવન એટીએમમાં રૂ.10 હજાર ઉપાડવા પ્રયત્ન કરતા પૈસા ઉપડયા નથી. તેવી જ રીતે સ્ટેશન રોડ અમિષા હોટલ પાસેના એટીએમમાંથી રૂ.10 હજાર ઉપાડવા પ્રયત્ન કરતા પૈસા ઉપડયા નથી અને બેગમપુરા પાણીની ટાંકી પાસેના એટીએમમાંથી રૂ.9500 ઉપાડવા પ્રયત્ન કરતા પૈસા ઉપડયા નથી. ત્યાર બાદ 27 જુલાઈના રોજ ત્રણ ફરિયાદ મળી હતી કે 25 મી ના રોજ બેન્કના લાલ દરવાજા રેશમભવન એટીએમમાં રૂ.10 હજાર ઉપાડવા પ્રયત્ન કરતા પૈસા ઉપડયા નથી. તેવી જ રીતે સ્ટેશન રોડ અમિષા હોટલ પાસેના એટીએમમાંથી રૂ.10 હજાર ઉપાડવા પ્રયત્ન કરતા પૈસા ઉપડયા નથી અને બેગમપુરા પાણીની ટાંકી પાસેના એટીએમમાંથી રૂ.10 હજાર ઉપાડવા પ્રયત્ન કરતા પૈસા ઉપડયા નથી.

(4:28 pm IST)