Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

અમદાવાદ એરપોર્ટ પર સ્‍પાઇસ જેટની દુબઇ જતી ફલાઇટમાં ટેકનિકલ ફોલ્‍ટઃમુસાફરો ૩ કલાકથી રઝળે છે

સ્‍પાઇસ જેટના કોઇ અધીકારી જવાબ આપતા નથીઃ નાના બાળકો હેરાન પરેશાનઃ ભારે રોષ

અમદાવાદ,તા.૧૩: ટેકિનકલ કારણોસર ફલાઇટ મોડી પડી હોવાના સમાચાર તો અવારનવાર સામે આવતા હોય છે. ત્‍યારે હાલ અમદાવાદમાં એરપોર્ટ પર અમદાવાદથી દુબઇ જતી ફલાઇટના છેલ્લા ૩ કલાકથી મુસાફરો રઝળી રહ્યા હોવાનું સામે આવ્‍યું છે. મળતી માહીતી મુબજ મુસાફરોને પ્‍લેનમાથી ઉતારીને બસમાં લઇ જવામાં આવ્‍યા. સાથે જ સ્‍પાઇસજેટના કોઇપણ અધિકારી જવાબ  ન આપતા હોવાનો મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પ્રવાસીઓને ટર્મિનલમાં રાહ જોવાનું કહેવામાં આવ્‍યું છે. પરંતુ  બીજી ફલાઇટ ક્‍યારે આવશે તેની કોઇ ચોકકસ માહીતી ન હોવાથી મુસાફરો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત નાના બાળકો સાથે હોય એરપોર્ટ ઓથોરીટી દ્વારા કોઇપણ પ્રકારની વ્‍યવસ્‍થા ન હોય મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

(11:41 am IST)