Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ડિસેમ્બર સુધીમાં તમામ ૨૬૨ બાર એસોસીએશનની ચૂંટણી

વન બાર, વન વોટ..કોઈ પણ ધારાશાસ્ત્રી એક જ એસોસીએશનમાં મત આપી શકશે

રાજકોટઃ તા.૧૩,  ગુજરાતના આશરે ૨૬૨ બાર એસોસીએશનમાં ૨૧ ડિસેમ્બર સુધીમાં ફરજિયાત ચૂંટણી પ્રક્રિયા અનુસાર જ ચૂંટણી કરવાનો નિર્ણયકર્યો છે. તેના ભાગરુપે ગુજરાત બાર કાઉન્સિલ (GCB)ની ચૂંટણીકાર્યક્રમ ઘડી કાઢ્યો છે.

 દરેક ધારાશાસ્ત્રીએ આ ચૂંટણી વન બારવન વોટ હેઠળ કરવાની છે. એટલે કેકોઈપણ ધારાશાસ્ત્રી માત્ર એકજ એસોસીએશનમાં પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરી શકે છે.

ગુજરાત બાર કાઉન્સીલ ના ચેરમેન દિપેનભાઇ દવે તથા પૂર્વ ચેરમેન શ્રી અનિલભાઇ કેલ્લાએ જણાવ્યું હતું કે, પ્રોવીઝનલ સનદ ધરાવતા ધારાશાસ્ત્રીને મતાધિકાર આપી શકાશે નહીં અને ઓલ ઇન્ડિયા ની પરીક્ષા પાસ નહીં કરનારા ધારાશાસ્ત્રી પણ મતાધિકારનો ઉપયોગ કરી શકશે નહીં.

 જે ધારાશાસ્ત્રી બે જગ્યાએ વન બાર વન વોટ હેઠળ મતદાન તરીકે જોવા મળશે તેને મતાધિકારથી વંચિત રખાશે. ગુજરાત એડવોકેટ વેલ્ફર ફંડના સભ્યોના મૃત્યુ બાદ તેમનાવારસદારોને સને ૨૦૧૮-૧૯માં ૭.૧૫ કરોડ મૃત્યુ સહાય તથા ગુજરાતના ૨૭૪ ધારાશાસ્ત્રીઓને  રૂપિયા બાવન લાખ માંદગી સહાય, ચૂકવાય છે.

(11:44 am IST)