Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

મહેસાણામાં સ્પાની આડમાં કાળાકામા :થાઈલેન્ડની બે યુવતી અને મેનેજરની ધરપકડ : સંચાલક ફરાર

ડમી ગ્રાહક મોકલી ડીવાયએસપી મંજીતા વણઝારા અને ટીમે દરોડા પાડ્યા

મહેસાણામાં ધ ગ્રાન્ડ થાઈ સ્પામાં પોલીસે દરોડા પાડ્યા છે. અહીં સ્પાના નામે ગોરખધંધો ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને હાલમાં થાઈલેન્ડની 2 યુવતીની અટકાયત કરાઇ છે.
   પોલીસે આ દરોડા પાડતા પહેલા ડમી ગ્રાહક મોકલીને બાદમાં કાર્યવાહી કરી હતી. મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારા દ્વારા આ દરોડાની કામગીરી કરીને સ્પાના મેનેજરની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે સંચાલક ફરાર થઇ ગયો હતો.

(8:42 am IST)