Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

નવસારીમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી તસ્કરોએ વેપારીની ઓળખ આપી આંઠ નંગ એસી સહીત બે ટીવી તફડાવી છૂમંતર

નવસારી:માં ઈલેક્ટ્રોનીકસની દુકાનમાંથી ગઠીયો નવસારીનાં બિસ્કીટના વેપારીનાં નામે ફોન કરી આઠ નંગ એસી અને બે એલઈડી ટીવી ટેમ્પોમાં ભરાવી રફુચક્કર થઈ ગયો હતો. પોલીસે કોલ ડીટેઈલ આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નવસારીમાં સ્નેહ સાગર સોસાયટી, સિન્ધીકેમ્પ ખાતે રહેતા હિરાનંદ શીતલમદ મુલચંદાનાની નવસારી એસ.ટી. ડેપો સામે કે.કે.ખાઝા એપાર્ટમેન્ટ ખાતે મહાલક્ષ્મી ડીજી વર્લ્ડ નામની ઈલેક્ટ્રોનીક્સની દુકાન છે. તા. ૮-૮-૧૮ ના રોજ મોબાઈલ નં. ૮૯૮૩૩૧૦૨૧૩ ઉપરથી તથા અન્ય મોબાઈલ નં. ૯૧૩૯૯૫૨૦૯૭ ઉપરથી એક ગઠીયાએ હિરાનંદભાઈને ફોન કરી પોતાની ઓળખ નવસારીનાં જાણીતા જે.પી.બેકરીના માલિક મગનભાઈ કાજાણીના દિકરા અનીલ કાજાણી તરીકે આપી હતી અને કહ્યું કે, અમારે ઉમરગામ ખાતે નવી જે.પી.બિસ્કીટની ફેક્ટરી માટે આઠ નંગ એર કન્ડીશનર તથા બે નંગ એલઈડી ટી.વી. જોઈએ છે. હિરાનંદભાઈ અનીલ અને મગનભાઈ કાંજાણીને ઓળખતા હોય તેઓ વિશ્વાસમાં આવી જઈ રૂ. ૧.૮૦ લાખની કિંમતના દોઢ ટનના ઈન્ટેક્ષ કંપનીના આઠ નંગ એસ અને રૂ. ૩૭ હજારના સેમસંગ કંપનીના બે એલઈડી ટીવી ગઠીયાએ મોકલાવેલા ટેમ્પોમાં સપ્લાય કર્યા હતા. અને હિરાનંદભાઈને ફોન કરી તેમના કુલ રૂ. ૨.૧૦ લાખ રૃપિયા ઓનલાઈન તેમના ખાતામાં જમા કરાવી દેવા જણાવ્યું હતું.

(5:15 pm IST)