Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

અમદાવાદમાં ટોરેન્ટ પાવર સામે કોંગ્રેસ મેદાને :અમરાઈવાડી ઝોનલ ઓફિસ બહાર હોબાળો

પોસ્ટરો તોડી પાડીને ઝાંપો ખોલી અંદર ઘુસવા પ્રયાસ :નફાખોરીને બદલે સર્વિસ ચાર્જ વસુલો

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનગી વીજ કંપની ટોરેન્ટ પાવર સામે વિરોધ નોંધાવ્યો છે અમરાઈવાડી ઝોનલની ઓફિસ બહાર હંગામો મચાવ્યો છે. ટોરેન્ટ પાવરની ઓફિસ બહાર લાગેલા પોસ્ટરને તોડી પાડ્યા છે. ઝાંપો ખોલીને અંદર પ્રવેશવાનો પણ પ્રયાસ કર્યો છે.

  ટોરેન્ટ પાવર દ્વારા ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપ લગાવી કોંગ્રેસે ખાનગી વીજ કંપની સમક્ષ 11 માંગણી મુકવામાં આવી છે. ટોરેન્ટ પાવર નફાખોરીને બદલે માત્ર સર્વીસ ચાર્જ વસુલે તેવી માગં કોંગ્રેસે કરી છે.

  ટોરેન્ટ પાવર દ્વારા મિક્સ ચાર્જ ૧૩૦થી ઘટાડી 50 રૂપિયા કરવાની માંગ છે. બિપીએલ ગ્રાહકો અને ઝુંપડપટ્ટી માટે સહાય યોજના જાહેર કરે તેવી માંગ કરી છે.

  આ સિવાય વિજ જોડાણ કપાયા બાદ નવુ વિજ જોડાણ લેવાતી ડિપોઝીટ રદ કરવામાં આવે તેવી પણ માંગ છે.જો જો ૧૧ માંગણીઓ નહિ સ્વીકારાય તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

 

(1:54 pm IST)