Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

હવે ગુજરાતના દરિયામાં થશે ખેતી :ખેડૂતોને ટ્રેનિંગ પણ અપાઇ

ભાવનગરની સેન્ટ્ર્લ સોલ્ટ એન્ટ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં અપાઈ ટ્રેનિંગ : ગીર-સોમનાથ પાસેના સીમર અને રાજપરાના દરિયાકિનારે શીખવાડયું

અમદાવાદ:ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે ગુજરાતની કોસ્ટલાઈન 1600 કિલોમીટર લાંબી હોવા છતાં અહીં કોમર્શિયલ રીતે સી વીડ(સમુદ્રી ઘાસની ખેતી) ફાર્મિંગ કરવામાં આવતું નથી,જો કે જાપાન, કોરિયા, ચીન, ફિલિપિન્સ અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં આ પ્રકારની ખેતી કરાય છે,હવે ગુજરાતમાં પણ સમુદ્રી ઘાસની ખેતી કરવામાં આવશે. દુનિયાભરમાં સીવીડ્સને સુપરફૂડ તરીકે ગણવામાં આવે છે, માટે હવે ગુજરાત પણ તેની ખેતી કરવાનો વિચાર કરી રહ્યું છે.

   ભાવનગરમાં આવેલી CSIR0 સેન્ટ્ર્લ સોલ્ટ એન્ટ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ(CSMCRI)માં 18 ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવી છે, જેમાં ગીર-સોમનાથ પાસે આવેલા સિમર અને રાજપરા ગામના દરિયાકિનારે ‘gracilaria dura’ની ખેતી કરવાનું શીખવવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં એક સાયકલ પૂરી થતા 40 દિવસનો સમય લાગે છે. આ ખેડૂતોએ બે સાયકલમાં ભેગા મળીને કુલ 1.15 લાખ રુપિયા કમાણી કરી છે અને 5.9 ટન ડ્રાય સી વીડની ખેતી કરી છે.

    2019 સુધીમાં કુલ 162 ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવશે. CSMCRIને આ માટે નેશનલ ફિશરીઝ ડેવલોપમેન્ટ બોર્ડ તરફથી 2 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે gracilaria duraમાંથી અગાર અને અગારોઝ જેલ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ ફાર્મા અને રિસર્ચ ઈન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે. 

    CSMCRIનો પ્લાન ખાવાલાયક સી વીડ્સ જેમ કે Porphyra, ulva અને Enteromorphaની ખેતી પણ શરુ કરવાનો વિચાર કરી રહી છે. ગયા અઠવાડિયે CSMCRIએ તમિલનાડુના ફીશરીઝ ડિપાર્ટમેન્ટ સાથે ચાર કરોડના અગ્રીમેન્ટ સાઈન કર્યા અને હવે દરિયાઈ ખેતીનો વિસ્તાર વધારવામાં આવશે અને વધારે ખેડૂતોને તેમાં શામેલ કરવામાં આવશે.

(8:51 am IST)