Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરજ બજાવતાં બે કર્મચારીઓ સસ્પેન્ડ

ફરજમાં બેદરકારી દાખવતા જિલ્લા પોલીસવડાની આકરી કાર્યવાહી

પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરજ બજાવતાં બે કર્મચારીઓએ ફરજમાં બેદકારી દાખવતાં જિલ્લા પોલીસ અધિક્ષકે સસ્પેન્ડ કર્યા છે આ કાર્યવાહીના પગલે કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

    બનાસકાંઠા જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુલએ આવતાની સાથે જ કાયદો અને વ્યવસ્થાના નિયમન માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. તેમની સૂચનાથી ડીસા તેમજ પાલનપુરમાં માર્ગ ઉપર આડેધડ ર્પાકિંગ કરવામાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરજમાં બેદરકારી દાખવનારા બે કર્મચારી ઓને તેમણે સસ્પેન્ડ કરી દેતાં કર્મચારીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

   આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદીને ઇજાઓ થઇ હોવા છતાં મેડીકલ ઓફિસર પાસેથી સર્ટી લઇ તે અંગેની કલમનો ઉમેરો ન કરી ફરજમાં બેદરકારી દાખવતાં હેડ કોન્સટેબલ જશવંતસિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ફર્સ્ટ પાર્ટનો ગૂનો દાખલ કરવાની જગ્યાએ સેકન્ડ પાર્ટનો ગૂનો દાખલ કરતા કોન્સટેબલ હરદાસભાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવતાં કર્મચારી ઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

(8:14 pm IST)