Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સુરતના અશ્વિનકુમાર સ્મશાન ગૃહમાં સૌર ઊર્જાનો ઉપયોગ : વર્ષે 2400 કિલો વોટ વીજળીની થશે બચત

૧૩ લાખથી વધુના ખર્ચે સ્મશાનગૃહ ખાતે સોલાર એનર્જી પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન

સુરતના અશ્વિનકુમાર સ્મશાન ગૃહમાં સૌર ઊર્જાનો ઉપયોગ થનાર છે આશરે ૧૩ લાખથી વધુના ખર્ચે સ્મશાનગૃહ ખાતે સોલાર એનર્જી પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે. ખાનગી કંપની દ્વારા પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરી દેવામા આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે સ્મશાનગૃહમાં રોજ સરેરાશ ૩૦થી ૩૫ વ્યક્તિના અંતિમ સંસ્કાર થાય છે. વર્ષે આશરે 11,000 વ્યક્તિના અંતિમ સંસ્કાર વિનામૂલ્યે કરવામાં આવે છે. સ્મશાન ગૃહનું સંચાલન દાન ઉપર આધારિત છે.દર મહિને ૩૫ થી ૪૦ હજાર બીલ વીજ કંપનીનું આવતું હતું.

   પર્યાવરણના જતનના આશય સાથે સ્મશાન ગૃહની ગેસ ચેમ્બર બર્નર સહિતના સાધનો સૌર ઉર્જા પર શરૂ કરવા નક્કી કરેલું છે. પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઇ ગયું છે. અને ટૂંક સમયમાં સ્મશાનગૃહમાં અંતિમ-સંસ્કાર પણ સૌરઉર્જાના માધ્યમથી શરૂ થઇ જશે. સૌર ઊર્જાના ઉપયોગને કારણે સ્મશાનગૃહમાં વર્ષે 2400 કિલો વોટ વીજળીનો બચત થશે.

(7:07 pm IST)