Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

શહેરમાં માસ્ક વિના બિંદાસ ફરે છે અમદાવાદવાસીઓ

લોકો માસ્ક ન પહેરવા માટે ૧૦ બહાના બતાવે છે : શ્વાસ લેવામાં તકલીફ થાય છે, માસ્ક પહેરવાનું ભુલી ગયા જેવા અનેક બહાનાઓ અમદાવાદી આપી રહ્યા છે

અમદાવાદ, તા. ૧૩ : માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરાવી રહેલા મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરોને નાગરિકો આજકાલ મિજજા બતાવી રહ્યા છે. એપ્રિલ મહિનાના મધ્યથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો અમલમાં આવ્યા છે ત્યારથી દર મિનિટે લગભગ ૧૩૩ અમદાવાદીઓને ઉલ્લંઘન બદલ દંડ કરવામાં આવી રહ્યો છે માસ્ક પહેરવાનું કહેનારા મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરને એક નાગરિકે કહ્યું, "શું માઈક્રો-કન્ટેઈનમેન્ટ વિસ્તાર છે? અહીં હું શા માટે માસ્ક પહેરું ?" એક કાર માલિકે દંડ ભરવાનો ઈન્કાર કરતાં કહ્યું, "અમે એક પરિવારના છીએ અને અમારામાંથી કોઈ સંક્રમિત નથી. તો શા માટે માસ્ક પહેરવાના?" શહેરમાં એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ૧૫૧ ટીમ કાર્યરતછે. તેમને પ્રકારના બહાના સામાન્ય રીતે લોકો પાસેથી સાંભળવા મળે છે. બહાનામાંથી ખીજ ચડે તેવું બહાનું છે, "માસ્ક પહેરવાથી ગૂંગળામણ થતી હોય તેવું લાગે છે.

              " સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું કે, શહેરભરમાં ફરતી તેમની ટીમોને રોજરોજ આવા અસંખ્ય બહાના સાંભળવા મળે છે. જેમાંથી મોટાભાગના શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેવા હોય છે. તો બીજું સૌથી વધુ અપાતું બહાનું છે કે, માસ્ક પહેરવાનું ભૂલી ગયા. અધિકારીએ જણાવ્યું કે, ૮૦% કિસ્સામાં લોકો હાથરૂમાલ ગળામાં ભરાવેલો રાખે છે. જ્યારે અધિકારીઓ તેમને પકડે અને પૂછે ત્યારે કહી દે છે કે ગાંઠ ઢીલી હોવાથી રૂમાલ મોં પરથી સરકી ગયો. તો તરફ દુકાનદારો પણ છસ્ઝ્રનું વાહન જોવે તો માસ્ક પહેરે છે. દુકાનદારોની ફરિયાદ છે કે, માસ્ક પહેરીને બોલવામાં તકલીફ પડે છે, જેના કારણે નાણાંકીય વ્યવહારમાં વિખવાદ ઊભો થાય છે. હર્ષદ સોલંકીએ જણાવ્યું,

               "આજકાલ વધુમાં વધુ વિસ્તારોને માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે ત્યારે અવરજવર કરતાં લોકો ફટાક દઈને કહી દે છે કે તેઓ ઝોનમાંથી નથી આવ્યા." અન્ય એક અધિકારીના કહેવા મુજબ, શાકવાળા અને ફ્રૂટવાળા એમ કહે છે કે, સતત વપરાશના લીધે તેમના માસ્ક ઘસાઈ ગયા હતા એટલે ફેંકી દીધા. સાઉથ વેસ્ટ ઝોનની ટીમના હેલ્થ ઈન્સ્પેક્ટરે કહ્યું, "મેં ઓછામાં ઓછી એવી ૧૦ ગાડીઓ જોઈ જેમાં દરેકમાં ત્રણ લોકો બેઠા હતા અને તેમાંથી એકેયે માસ્ક પહેર્યા નહોતા. જ્યારે તેમને રોકીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, પરિવાર સાથે મુસાફરી કરતાં હોવાથી માસ્ક રૂરી નથી અને તેમનામાંથી કોઈપણ સંક્રમિત નથી. જો કે, બધાના ખિસ્સામાં માસ્ક તો હતા ." કેટલીક મહિલાઓ પોતાનો ચહેરો સાડીના છેડાથી અથવા દુપટ્ટથી ઢાંકી લે છે. તો શહેરના પૂર્વ વિસ્તારમાં ઘણા લોકો એવું વિચારે છે કે, હેલ્મેટ પહેરીએ તો માસ્કની રૂ નથી. માસ્કના નિયમનો ૯૫% ભંગ પાનના ગલ્લાઓ પર થાય છે મોટાભાગના ગ્રાહકો એવું કહે છે કે, ગુટખા કે પાન ખાધા બાદ વારંવાર થૂંકવાની રૂ પડે છે. તો કેટલાક એવું કહે છે તેમણે સિગરેટ પીવા થોડી ક્ષણો માટે માસ્ક કાઢ્યું છે. તો કેટલાક જાણી જોઈને પાણીનો ઘૂંટડો ભરે છે જેથી બતાવી શકે કે તેમણે તરસ છીપાવવા માસ્ક કાઢ્યું હતું.

૧૦ સામાન્ય બહાના...

માસ્ક પહેરવું દુર્બળતાની નિશાની છે

માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરાવી રહેલા મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરોને નાગરિકો આજકાલ મિજજા બતાવી રહ્યા છે. એપ્રિલ મહિનાના મધ્યથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો અમલમાં આવ્યા છે ત્યારથી દર મિનિટે લગભગ ૧૩૩ અમદાવાદીઓને ઉલ્લંઘન બદલ દંડ કરવામાં આવી રહ્યો છે. સામાન્યરીતે શહેરીજનો કયા દસ બહાના બનાવે છે તે નીચે મુજબ છે.

*          માસ્ક પહેરીને કેવી રીતે થૂંકું અથવા ફોન પર વાત કરું ?

*          માસ્ક પહેરવું દુર્બળતાની નિશાની છે.

*          માસ્ક ખરીદવા માટે રૂપિયા નથી.

*          માસ્ક પહેર્યા પછી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અથવા હાઈજિન જળવાતું નથી.

*          કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો પછી સરકાર શા માટે માસ્ક પહેરવા પર જોર આપી રહીછે!

*          માઈક્રો-કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા હોય તે વિસ્તારોમાં માસ્ક રૂરી છે.

*          કોરોના માત્ર સ્પર્શ અને સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

*          ઉકાળા માસ્ક પહેરવા કરતાં વધુ અસરકારક છે.

*          જો ગ્રાહકોને માસ્ક પહેરવાનું કહીશું તો તેમને ખોટું લાગશે.

*          નિયમોથી કંટાળી ગયા છીએ, હવે આમાંથી આગળ વધવું છે.

(7:38 pm IST)