Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

IAS રાજકુમાર બેનીવાલની મ્યુનિસિપાલિટીસ કમિશનરપદે નિમણુંક : ગુજરાત અર્બન ડેવલોપમેન્ટના એમડી અને સીઇઓનો પણ હવાલો

વર્ષ 2017માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની જવાબદારી તેમના પર હતી

ગાંધીનગર: ગુજરાત કેડરના 2004 બેચના IAS રાજકુમાર બેનીવાલ વિદેશ અભ્યાસથી પરત આવતા તેમને મ્યુનિસિપાલિટીસ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર અને ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશનના અધિક સીઈઓ તરીકેનો હવાલો સોંપાયો છે.

 રાજકુમાર બેનીવાલ અમદાવાદમાં કલેકટર હતા અને ત્યાંથી તેમની બદલી ઈન્ડેક્સ બીના એમડી તરીકે કરવામાં આવી હતી. વર્ષ 2017માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની જવાબદારી તેમના પર હતી. રાજકુમાર બેનીવાલ વિદેશ અભ્યાસ માટે ગયા હતા. ઘણા લાંબા સમય સુધી રહ્યા બાદ તેઓ પરત આવ્યા છે. અને તેમની નિમણૂક મ્યુનિસિપાલિટીસ કમિશનર તરીકે કરવામાં આવી છે.

આગામી મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી હોવાથી રાજકુમાર બેનીવાલને મહત્વની જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાત તેમને જીયુડીસીના એમડી તરીકે પણ નિમણૂક આપવામાં આવી છે. સાથો સાથ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશનના અધિક સીઈઓ પણ બનાવવામાં આવ્યા છે. આ જગ્યા પર અગાઉ નિવૃત IAS મહેન્દ્ર પટેલ હતા, તેઓ નિવૃત થતા લોચન શેહરાને વધારોનો હવાલો સોંપવામાં આવ્યો હતો અને રાજકુમાર બેનીવાલને આ જગ્યાનો વધારોનો હવાલો સોંપવામાં આવ્યો છે.

(6:56 pm IST)