Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

વડોદરામાં કોરોનાએ કહેર વર્તાવ્યો : નવા 74 કેસ પોઝીટીવ : વધુ 3 લોકોના મોત : કુલ કેસ 3143 થયા : મૃત્યુઆંક 60 થયો

અકોટા , મેમણ કોલોની , નવી ધરતી , હરણી રોડ , વાધોડીયા રોડ , કારેલીબાગ , સુભાનપુરા , માંજલપુર ગામ , વારસીયા , જેતલપુર , ફતેપુરા , ગોરવા , ગોત્રી ,સહિતના વિસ્તારોમાં કોરોના કેસ

વડોદરા : વડોદરામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે વધુ 74 કેસ પોઝિટિવ નોંધાયા છે આ સાથે કુલ કેસની સંખ્યા 3143 થઇ છે આજે વધુ 3 દર્દીઓના મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 60 થયો   છે આજે વધુ 62 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે સાથે કુલ 2295 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે                                                         

વડોદરામાં આજે અકોટા , મેમણ કોલોની , નવી ધરતી , હરણી રોડ , વાધોડીયા રોડ , કારેલીબાગ , સુભાનપુરા , માંજલપુર ગામ , વારસીયા , જેતલપુર , ફતેપુરા , ગોરવા , ગોત્રી , વાસણા રોડ , નવાપુરા , તાંદલજા રોડ , આજવા રોડ , માણેજા , તરસાલી , સમા , મકરપુરા વિસ્તારમાં કોરોના કેસ આવ્યા છે જયારે ગ્રામ્યમાં પાદરા , દુમાડ , દશરથ , સયાજીપુરા , શિનોર , ડભોઇમાં કેસ નોંધાયા છે

 

(6:44 pm IST)