Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

વલસાડ જિલ્લામાં મેધરાજા મન મુકી વરસ્યા : બે દિવસના વિરામ બાદ ફરી ઉમરગામ તાલુકામાં ૫ ઇંચ વરસાદ પડ્યો

વાપીમાં 2 અને કપરાડા, પારડી અને વલસાડમાં 1 ઈંચ વરસાદ પડયો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ:જિલ્લામાં વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી હાથતાળી આપી રહેલો વરસાદ વલસાડ જિલ્લામાં ખાબકતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. વલસાડના ઉમરગામ રવિવારે પાંચ ઇંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. ચોમાસાની શરૂઆત બાદ થોડો વખત વરસ્યા પછી વલસાડ જિલ્લામાં વરસાદ બિલકુલ ઓછો થઈ ગયો હતો .જેને લઇ ગરમી અને ભારે ઉકળાટ વચ્ચે લોકો પરેશાન થઈ ગયા હતા.

  બીજી બાજુ ખેડુતો પણ વરસાદ થતા વાવણીની શરૂઆત કરી શક્યા ન હતા.ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ વર્ષે વરસાદ ભારે ધમધમાટી બોલાવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ હવે મેગો વરસતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. વલસાડ જિલ્લામાં શનિવારે સાંજે 6થી રવિવારે સાંજે 6 સુધીમાં 24 કલાક સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 5  ઇંચ ખાબક્યો હતો. વાપીમાં 2 અને કપરાડા, પારડી અને વલસાડમાં 1 ઈંચ વરસાદ પડયો હતો.

(6:32 pm IST)