Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ગાંધીનગર:ચંદ્રાલા નજીક બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી 11બોટલ દારૂ ઝડપી પાડ્યો

ગાંધીનગર:શહેર જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવા પોલીસ દોડી રહી છે ત્યારે ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસેથી બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે શખ્સોને ઝડપી તેમની પાસેથી દારૂની ૧૧ બોટલ કબ્જે કરી હતી. દારૂ અને બાઈક મળી ર૦૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. રાજસ્થાન ડુંગરપુરમાં રહેતા અમરત ભગવાનભાઈ પ્રજાપત અને રાજેશ કોદરભાઈ પ્રજાપતની અટકાયત કરી હતી અને તેમની પાસેથી દારૂની બોટલ તેમજ બાઈક કબ્જે લીધી હતી

વિદેશી દારૂ કયાંથી લાવ્યા હતા અને કયા લઈ જવાનો હતો તે જાણવા માટે તપાસ શરૂ કરાઈ છે તો બીજી બાજુ ડભોડા પોલીસે પણ રાયપુર ગામ પાસેથી દસક્રોઈના મુતહીયા ગામે રહેતા અનિલકુમાર રમેશભાઈ વાઘેલા અને કણભા ગામે રહેતા અનિલકુમાર ગાભાજી ઠાકોરને બાઈક ઉપર વિદેશી દારૂની બે બોટલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(5:59 pm IST)